રજૂઆત:અમરેલી શહેરમાં યોજાયેલા શિક્ષકોના વધ કેમ્પમાં શિક્ષકોને અન્યાય થતા રોષ વ્યકત કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિપત્રના નિયમોનું ખોટું અર્થઘટન કરી અન્ય જિલ્લામાં મૂકાયા હોવાનો શિક્ષકોનો આક્ષેપ

અમરેલી જીલ્લામા ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોના વધ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં વધ થયેલા શિક્ષકોને ફરી લાવવા માટે વધ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારનો મુખ્ય ઉદેશ બહારના તાલુકામાં ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં અને મૂળ શાળામાં આવે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમરેલી શહેરમાં બી.આર.સી ભવન ખાતે યોજાયેલા વધ કેમ્પમાં અધિકારીઓએ અન્યાય કર્યો હોવાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો.

શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવા શિક્ષકોના આક્ષેપ છે કે, જેતે સમયે અમને વધ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા શિક્ષકોને ફરી પાછા લાવવા માટેનો કેમ્પ યોજાયો હોય પરંતુ આ કેમ્પમાં અધિકારીઓ શિક્ષકો અન્યાય કરી રહ્યા છે. કેમકે અમને અમારી મૂળ જગ્યા ખાલી હોય તો તે જગ્યા મુકવા જોઈએ. અન્યથા જો ન હોય તો સિનિયોરિટી પ્રમાણે તાલુકાની પે સેન્ટર શાળામાં મુકવા જોઈએ. પરંતુ પરિપત્રના નિયમોનું અર્થઘટન કરીને શિક્ષકોને અન્ય તાલુકામાં મુકવામાં આવતા શિક્ષકો રોષે ભરાયા હતા. આ પ્રકારની વિવિધ રજૂઆત અમરેલી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરવામાં આવી હતી જે શિક્ષકોને અન્યાય થયેલો છે તેની તપાસ કરવામાં આવે અને શિક્ષકોને ન્યાય મળે તે માટે અરજી કરવામાં આવી છે. જો શિક્ષકો ને ન્યાય નહિ મળે તો આવનારા સમય મા લડત લડવાની ચીમકી આપી દીધી છે.

હાલરીયા પ્રાથમિક શાળાના આર.કે.નસીતે અરજી કરતા જણાવ્યું હતું કે, હાલમાં હું હાલરીયા શાળામાં તારીખ 28-02-2019 થી ફરજ બજાવું છું. હું મારી મૂળ શાળા હામપુરમાંથી ઓપી(અધર પોઈન્ટ) થઈ હાલરીયા આવ્યો છું. હવે મારી મૂળ શાળા હામપુરમાં 31-05-22 રોજ આ જગ્યા ખાલી પડે તેમ છે તો મને મૂળ શાળામાં મુકવા મને કેમ્પમાં જગ્યા બતાવેલ નથી તો આ બાબતે હું મારો વાંધો રજૂ કરૂ છું, કાર્યવાહી કરવા મારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...