ક્રાઇમ:જમીનના પાળા મુદ્દે યુવક પાસે રૂા.1.15 લાખની ખંડણી માંગી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઠી તાલુકાના ભીંગરાડ ગામની ઘટના
  • છરી બતાવી લાફાે ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

 લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતા એક યુવકને શેઢા પાડાેશી સાથે જમીનના પાળા મુદે વિવાદ ચાલતાે હાેય અહી જ રહેતા એક શખ્સે 1.15 લાખની ખંડણી માંગી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.યુવક પાસે ખંડણી માંગી ધમકી આપ્યાની આ ઘટના લાઠીના ભીંગરાડ ગામે બની હતી.

અહી રહેતા પરેશભાઇ દયાળભાઇ આંબલીયા (ઉ.વ.40) નામના યુવકે લાઠી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના વાડીના શેઢા પાડાેશી સાથે જમીનના પાળાનાે વિવાદ ચાલી રહ્યાે હાેય જે પાળાઓ બાબતે સમાધાનની વાત કરી હતી. બાદમા પાળાે હટાવી ત્યારબાદ પાળાે પાછાે બંધાવી દેવા મનસુખભાઇ શંભુભાઇ રામાવતે ખંડણી માંગી હતી. ફરિયાદમા વધુમા જણાવ્યું હતુ કે મનસુખભાઇએ છરી બતાવી 1.15 લાખની ખંડણી બળજબરી પુર્વક કઢાવી લીધી હતી અને ગાળાે આપી બે લાફા ઝીંકયા હતા. આ ઉપરાંત એટ્રેાસીટીના ખાેટા કેસમા ફસાવી દેવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે પીએસઆઇ વાય.પી.ગાેહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...