ધમકી:દિકરીને સાસરેથી શું કામ તેડી આવ્યા કહી યુવકને મારમાર્યાે

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સાેએ મારી નાખવાની ધમકી આપી

અમરેલી તાલુકાના લાપાળીયામા રહેતા એક યુવકને બે શખ્સાેએ તારી માેટી દીકરીને સાસરેથી શું કામ તેડી આવ્યા કહી કુહાડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી છે.

લાપાળીયામા રહેતા દિનેશભાઇ ભવાનભાઇ વાઘેલા (ઉ.વ.35) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઘરે હાજર હતા ત્યારે રસીક રાજુભાઇ વાઘેલા અને કિશન રાજુભાઇ નામના શખ્સાે ત્યાં કુહાડી સાથે ધસી આવ્યા હતા અને તુ તારી માેટી દીકરી પુજાને સાસરેથી કેમ તેડી આવ્યાે છાે કહી બાેલાચાલી કરી હતી.બંને શખ્સાેએ તેને કુહાડીનાે એક ઘા મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ તેનાે પુત્ર વચ્ચે પડતા તેને પણ બાવળનાે સાેટાે માર્યાે હતાે. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...