માર માર્યો:ભાણેજ સાથે લગ્ન નહી કરવા સમજાવતા યુવકને માર માર્યો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સાેએ પાઇપ વડે પણ ઇજા પહાેંચાડી

લીલીયા તાલુકાના લાેકા ગામે રહેતા અેક યુવકે અહી જ રહેતા અેક શખ્સને પાેતાની ભાણેજ સાે લગ્ન ન કરવા જણાવતા તેણે ઉશ્કેરાઇ જઇ ધારીયા વડે માથામા ઇજા પહાેંચાડતા તેણે અા બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા સુરેશભાઇ ભીમજીભાઇ દેત્રાેજા (ઉ.વ.30) નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મે જનકભાઇને ફાેન કરી કહ્યું હતુ કે તમે મારી ભાણેજ સાથે લગ્ન ન કરતા નહી. મારી સગાઇ બાકી હાેય સામસામુ કરવાનુ હાેય તેમ સમજાવ્યા હતા. બાદમા સુરેશભાઇ બજારમા બેઠા હતા ત્યારે જનક ધારીયા સાથે ધસી અાવ્યાે હતાે.

જનક મધુભાઇ રાનેરાઅે બાેલાચાલી કરી ધારીયાનાે અેક ઘા માથામા મારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત કિશન મધુભાઇ નામના શખ્સે પણ પાઇપ વડે ઇજા પહાેંચાડી મધુભાઇઅે પકડી રાખી મારમાર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...