હુમલો:માતાજીના મંદિરમાં શ્રીફળ મુકવા જતા યુવકને માર માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની મારામારીનું મનદુ: ખ રાખી ધમકી પણ આપી

લીલીયા તાલુકાના શેઢાવદરમા રહેતો એક યુવક માતાજીના મંદિરે શ્રીફળ મુકવા જતો હતો ત્યારે બે શખ્સોએ અગાઉ થયેલી મારામારીનુ મનદુખ રાખી તેને લાકડી વડે મારમારી ધમકી આપતા તેણે આ બારામા લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના લીલીયાના શેઢાવદરમા બની હતી. અહી રહેતા ગોરધનભાઇ બચુભાઇ પીપળીયા (ઉ.વ.43) નામના યુવાને લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉ તેના પુત્ર સાથે મારામારી કરી હોય જેથી તેઓ બોલતા ન હોય અને જયસુખ બાબુભાઇ પીપળીયા અને બાબુભાઇ હરીભાઇ પીપળીયાના ઘરે માતાજીના મંદિરે શ્રીફળ મુકવા જતા બંનેએ બોલાચાલી કરી લાકડી વડે મારમારી ધમકી આપી હતી. જયારે બાબુભાઇ હરીભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્ર જયસુખે અગાઉ મારામારી કરી હોય મારકુન બચુભાઇ, મયુર મારકુન, ચંદુ બચુ નામના શખ્સોએ બોલાચાલી કરી માઇકનુ સ્ટેન્ડ માથામા મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...