હુમલો:કેસ કર્યાનું મનદુ: ખ રાખી મહિલાને લાકડી વડે મારમાર્યો

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની ઘટના
  • 5 શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી

જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમા રહેતા અેક મહિલાના ભાઇની દીકરી લગ્ન બાદ રીસામણે અાવી હાેય અને કેસ કર્યાે હાેય તે વાતનુ મનદુખ રાખી પાંચ શખ્સાેઅે મહિલા પર લાકડી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.મહિલાને મારમાર્યાની અા ઘટના જાફરાબાદના નાગેશ્રીમા બની હતી.

અહી રહેતા ગાૈરીબેન હરસુખભાઇ દાફડા (ઉ.વ.35) નામના મહિલાઅે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇની દીકરી લગ્ન બાદ રીસામણે અાવી હાેય અને કેસ કર્યાે હાેય તેનુ મનદુખ રાખી હંસાબેન હરીભાઇ વાળા, રસીલાબેન હરીભાઇ વાળા, જાનીબેન રાઘવભાઇ વાળા, પંકજભાઇ હરીભાઇ વાળા અને રમેશ હરીભાઇ વાળાઅે તેમની સાથે બાેલાચાલી કરી હતી.અા શખ્સાેઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ વી.અેલ.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...