ફરિયાદ:તારા માવતરેથી કરિયાવર લાવી નથી કહી મહિલાને મારમાર્યો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત સાસરીયાએ દુ:ખત્રાસ ગુજાર્યો

સાવરકુંડલા તાલુકાના ધજડીમા રહેતા અને સુરત સાસરે સ્થિત મહિલાને તેના પતિ સહિત સાસરીયાએ તારા માવતરેથી કરીયાવર લાવી નથી કહી દુખત્રાસ ગુજારી મારકુટ કરતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અંકીતાબેન નિકુંજભાઇ જાવીયા (ઉ.વ.27) નામના મહિલાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન મુળ નાના માચીયાળા અને હાલ સુરત રહેતા નિકુંજ કાંતીભાઇ જાવીયા સાથે થયા હતા. તેઓ સંયુકત કુટુંબમા રહેતા હતા. લગ્નના થોડા સમય બાદ કરિયાવદ મુદે સાસરીયાએ દુખત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ.

પતિ નિકુંજ, સસરા કાંતીભાઇ, રસીલાબેન તેમજ વિશાલભાઇએ અવારનવાર કરીયાવર બાબતે મેણાટોણા મારી મારકુટ કરી હતી. તેમજ પિયરમાથી વધુ નાણા લઇ આવવાનુ કહી શારીરિક માનસિક દુખત્રાસ ગુજાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...