ફરિયાદ:ઘરની દિવાલ પાસે ડેલો લઇ લેવાનું કહેતાં પ્રૌઢાને મારમાર્યો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાંભા તાલુકાના જામકામા રહેતા એક પ્રૌઢાએ પોતાના ઘરની દિવાલ પાસે ડેલો લઇ લેવાનુ કહેતા ત્રણ શખ્સોએ બેાલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

પ્રૌઢાને મારમાર્યાની આ ઘટના ખાંભાના જામકામા બની હતી. અહી રહેતા સોમબેન આતુભાઇ બારૈયા (ઉ.વ.50) નામના પ્રૌઢાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરની દિવાલ પાસે ડેલો મુકયો હોય જે લઇ લેવાનુ કહેતા ભુપત સાદુળભાઇ બારૈયા, હમીર ભુપતભાઇ અને ગીતાબેન ભુપતભાઇએ બોલાચાલી કરી હતી. આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. તેમજ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.આર.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...