ફરિયાદ:દીકરીને દવાખાને લઇ જવાનું કહેતાં પત્નીને માર માર્યો, પતિએ મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા ગાેકુળનગરમા રહેતા અેક મહિલાઅે તેની દીકરીને દવાખાને લઇ જવાનુ કહેતા તેના પતિઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહીના ગાેકુળનગરમા રહેતા રીંકલબેન મહેશભાઇ જંજવાડીયા (ઉ.વ.25) નામના મહિલાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દીકરીને તારીખ 10/9ના રાેજ શરદી ઉધરસ થઇ હાેય જેથી દવાખાને લઇ જવાનુ કહેતા તેના પતિ મહેશભાઇઅે તેની સાથે બાેલાચાલી કરી ગાળાે અાપી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.જાે કે મહિલાઅે કાેઇ કાર્યવાહી કરી ન હતી. પરંતુ દુખાવાે ઉપડતા તે સારવાર માટે દવાખાને દાખલ થયા હતા અને પતિ અવારનવાર છુટાછેડા લઇ લેવાનુ કહી મારી નાખવાની ધમકી અાપતાે હતો.

અન્ય સમાચારો પણ છે...