ફરિયાદ:દારૂ પકડાવ્યો હાેવાની શંકા રાખી યુવક પર હુમલાે કર્યો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે હથિયારોથી ઇજા પહાેંચાડી, ફરિયાદ

વડીયા તાલુકાના માયાપાદરમા રહેતા અેક યુવકને દારૂ પકડાવેલ હાેવાની શંકા રાખી ચાર શખ્સાેઅે ધારીયા પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા જીતુભાઇ કિશનભાઇ વાઘેલા (ઉ.વ.30) નામના યુવકે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ભુરા ગગજી વાઘેલા, વિનેશ ભુરા વાઘેલા, દિનેશ ભુરા અને વનરાજ ભુરા નામના શખ્સાેઅે દારૂ પકડાવેલ હાેવાની શંકા રાખી બાેલાચાલી કરી હતી. અા શખ્સાેઅે તેને ધારીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મહેશભાઇ નામના યુવકને પણ પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમાર્યાે હતાે.અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ વી.પી.સાેલંકી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...