તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજુલાના દેવકામાં મહિલાને કરિયાવર મુદ્દે ત્રાસ, ફરિયાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત સાસરિયાએ મારકૂટ કરી

રાજુલા તાલુકાના દેવકા ગામે રહેતા એક મહિલાને તેના પતિ સહિત સાસરિયાં કરિયાવર મુદ્દે મારકૂટ કરતા તેણે આ બારામાં ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગત મુજબ, દેવકા ગામે રહેતા હંસાબેન વિજય ભાઈ પરમાર ઉમર વર્ષ પચ્ચીસ નામના મહિલાએ ડુંગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ વિજયભાઈ પરમાર તેમજ નાગજીભાઈ લખમણભાઇ પરમાર અને સુરેશ નાગજીભાઈએ કરિયાવર મુદ્દે દુઃખ ત્રાસ ગુજાર્યો હતો.ત્રણેય શખ્સોએ અવાર નવાર મેણા-ટોણા મારી ગાળો આપી મારી ઇજા પહોંચાડી હતી. તેમજ અવાર નવાર માનસિક દુખ ત્રાસ ગુજાર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...