ફરિયાદ:લગ્ન ખર્ચના અઢી લાખ પિયરમાંથી લઇ આવવાનું કહી પરિણીતા પર ત્રાસ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદ તાલુકાના લોઠપુરનો બનાવ
  • પતિએ મારકુટ કરી ઘરેથી કાઢી મુકી, મારી નાખવાની ધમકી આપી

જાફરાબાદ તાલુકાના લોઠપુરમા રહેતી એક પરિણિતાને લગ્ન ખર્ચના અઢી લાખ પિયરમાથી લઇ આવવાનુ કહી પતિએ મારકુટ કરી તેમજ સાસુ સસરાએ પણ શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ, દક્ષાબેન ભીખાભાઇ બાબરીયા (ઉ.વ.30) નામના મહિલાએ જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન નવ વર્ષ પહેલા ભીખુ રામભાઇ બાબરીયા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અવારનવાર માથાકુટ કરવા લાગ્યા હતા.

આ ઉપરાંત સસરા રામભાઇ અને સાસુ રાજીબેને કહેલ કે તારા લગ્ન ખર્ચના અઢી લાખ પિયરમાથી લઇ આવવાનુ કહી બોલાચાલી કરી હતી. પતિએ પણ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મુકી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.વી.વરૂ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...