સાંકડા માર્ગની સમસ્યા:રાજુલાના બર્બટાણા રેલવે સ્ટેશન પર જવા માટે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકના કારણે મુસફરોએ સમયસર સ્ટેશન પર પહોંચવું મુશ્કેલ

અમરેલી જિલ્લાના રાજુલાના બર્બટાણા રેલેવે સ્ટેશન પરના રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકો અને મુસાફરોની મુશ્કેલી વધી છે. રેલવે સ્ટેશન જવાના રસ્તા પર ટ્રાફિકના કારણે વાહનો ફસાઈ જતા હોવાના કારણે મુસાફરોએ સમસસર સ્ટેશન પર પહોંચવામા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા શહેરથી 10 કિમિ દૂર આવેલ બર્બટાણા જંકશન રેલવે સ્ટેશન આવેલું છે અહીં ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરો અહીં આવતા હોય છે. હાલ દિવાળી તહેવાર બાદ લગ્ન ગાળાની સિઝન હોવાને કારણે મુસાફરોમા ટ્રાફિક વધી રહી રહ્યો. છે ત્યારે અહીં સ્ટેશન સુધી પહોંચવામાં ભારે હાલાકી મુસાફરો ભોગવી રહ્યા છે.

બર્બટાણા રેલવે સ્ટેશન જવા માટેનો અડધો કિમીનો માર્ગ સાંકડો છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે લોકોએ વહેલીતકે આ માર્ગ પહોળો બનાવવાની માગ કરી છે. આકાશ ગોસ્વમી નામના એક મુસાફરો કહ્યું હતું કે, સાંકડા માર્ગના કારણે વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. જો અહીં માર્ગ પહોળો કરવામા આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...