દિવાળીની ભવ્ય ઉજવણી:આજે ઉમંગ, ઉલ્લાસ સાથે નવા વર્ષના વધામણાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજુલામાં વેપારીઅાેઅે બજારમાં રંગાેળી બનાવી - Divya Bhaskar
રાજુલામાં વેપારીઅાેઅે બજારમાં રંગાેળી બનાવી
  • દિપાવલીની રાત્રે અાતશબાજીથી અાકાશ ઝળહળ્યું : રાેશનીનાે ઝળહળાટ : માેં મીઠા કરાવી લાેકાે અેકબીજાને નૂતન વર્ષ અભિનંદન પાઠવશે

કાેરાેનાનાે કપરાે કાળ વિતાવ્યા બાદ લાેકાેઅે દિપાવલી પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ત્યારે અાવતીકાલે અાવા જ ઉમંગ સાથે નવા વર્ષના વધામણા કરાશે. દિપાવલીની રાત્રે અમરેલીનુ અાકાશ અાતશબાજીની ઝળહળી ઉઠયું હતુ. રાત્રીના લાેકાે રાેશની જાેવા ઉમટી પડયા હતા. લાેકાેઅે પાેતાના ઘર અાંગણે અવનવી રંગાેળી પણ બનાવી હતી, નવા વર્ષના વધામણા માટે અનેક સ્થળે સ્નેહમિલન કાર્યક્રમાેનુ પણ અાયાેજન થયુ છે.

અમરેલી જિલ્લામા દિપાવલી પર્વની લાેકાેઅે ભારે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે. બે વર્ષ સુધી કાેરાેનાનાે કપરાે કાળ વિતાવ્યા બાદ હવે અાવનારૂ વર્ષ નિરાેગીમય અને સુખરૂપ નિવડે તે માટે લાેકાે નુતન વર્ષના દિને અેકબીજાને શુભકામના પાઠવશે. તાે અાજે વિવિધ સંગઠનાે અને જ્ઞાતિ સંગઠનાે દ્વારા સ્નેહમિલન કાર્યક્રમાે પણ યાેજાશે. અમરેલીમા દિપાવલીની લાેકાેઅે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. અહીની બજારાેમા સવારથી માેડી રાત સુધી લાેકાેઅે ખરીદી પણ કરી હતી.

સુરત, અમદાવાદ, મુંબઇ સહિતના શહેરાેમાથી વતનમા અાવેલા યુવાધનમા પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યાે હતાે. શહેરની બજારમા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાેલીસ દ્વારા પણ બંદાેબસ્ત જાળવવામા અાવ્યાે હતાે. અહીથી બજારાેમા વેપારીઅાેઅે પાેતાની દુકાનાે રાેશનીથી શણગારી હતી. દિપાવલીની રાત્રે અહીનુ અાકાશ અાતશબાજીની ઝળહળી ઉઠયું હતુ. તાે શહેરના લાેકાેઅે પાેતાના ઘર અાંગણે અવનવી રંગાેળી અને દિવડાઅાે પ્રગટાવી પ્રકાશના અા પર્વની હાેંશેહાેંશે ઉજવણી કરી હતી.

શહેરમાં ફટાકડા બજારમાં અંતિમ ઘડીની ખરીદી
અામ તાે અા વખતે ફટાકડાની બજારમા શરૂઅાતથી ખરીદી ખુબ અાેછી નીકળી હતી જેને પગલે વેપારીઅાેમા નિરાશા જાેવા મળી હતી. જાે કે દિપાવલીની રાત્રે અહીની ફટાકડા બજારમા પણ ધુમ ખરીદી નીકળતા વેપારીઅાેના ચહેરા પર ચમક અાવી હતી.

ઠેર-ઠેર રાેશનીનાે શણગાર
દિપાવલીના પર્વ પર વેપારીઅાે પાેતાની દુકાનમા અવનવી રાેશની લગાવે છે. અહીના ટાવર રાેડ, હરીરાેડ, લાયબ્રેરી રાેડ, સ્ટેશન રાેડ વિગેરે સ્થળે દિપાવલીની રાત્રે રાેશનીનાે ઝળહળાટ જાેવા મળ્યાે હતાે. માેટી સંખ્યામા લાેકાે રાત્રીના રાેશની જાેવા ઉમટી પડયા હતા.

નવા વર્ષે મંદિરાેમાં ભીડ ઉમટશે
નવા વર્ષના વધામણા માટે સવારથી જ મંદિરાેમા પણ દર્શનાર્થીઅાેની ભીડ ઉમટશે. અહીના નાગનાથ મંદિર, હવેલી સહિત જુદાજુદા મંદિરાેમા દર્શન માટે લાેકાે ઉમટશે અને અેકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવશે.​​​​​​​

વેપારીઅાે સહેલગાહે નીકળી પડશે
​​​​​​​બેસતા વર્ષ બાદ લાભપાંચમ સુધી રજાનાે માહાેલ હાેય વેપારીઅાે પણ સહેલગાહે નીકળી પડશે. જેને પગલે પાંચ દિવસ સુધી બજારાે સુમસામ જાેવા મળશે. હાલ કાેરાેના મહામારીમા રાહત મળી છે ત્યારે અા વખતે વેપારીઅાેથી લઇ સાૈ કાેઇ હરવા ફરવાના મુડમા જાેવા મળી રહ્યાં છે.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...