કોરોના બેકાબૂ:જિલ્લામા કોરોનાના 26 કેસ પૈકીના અડધો અડધ કેસ અમરેલી શહેરના

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીની વૃંદાવન સોસાયટીના આધેડનું કોરોનાથી મોત
  • 18 દર્દીને રજા અપાઇ

અમરેલી જિલ્લામા કોરોનાના ઉપદ્રવે માજા મુકી છે. આજે જિલ્લામા વધુ 26 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી અડધો અડધ 13 કેસ અમરેલી શહેરમા હતા.

અમરેલીના જેશીંગપરા-1મા રહેતા 76 વર્ષીય વૃધ્ધા, વૃંદાવનપાર્કમા રહેતા 72 વર્ષીય વૃધ્ધા, શ્રીરંગ સોસાયટીમા રહેતા 22 વર્ષીય યુવાન, નાગનાથ મંદિર પાસે રહેતા 39 વર્ષીય યુવાન, વેસ્ટર્ન પાર્કમા રહેતા 45 વર્ષીય યુવાન, જેશીંગપરા-1મા રહેતા 19 વર્ષીય યુવાન, હરીરોડ પર રહેતા 80 વર્ષીય વૃધ્ધા, માણેકપરામા રહેતા 55 વર્ષના પ્રાૈઢા, બ્રાહ્મણ સોસાયટીમા રહેતા 80 વર્ષીય વૃધ્ધા અને 55 વર્ષીય આધેડ, માણેકપરામા રહેતા 73 વર્ષીય વૃધ્ધ, સિધ્ધાર્થનગરમા રહેતા 68 વર્ષીય વૃધ્ધ અને મીની કસબામા રહેતા 41 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ અમરેલીની વૃંદાવન સોસાયટીના 58 વર્ષીય આધેડનુ આજે કોરોનાથી મોત થયુ હતુ.આ ઉપરાંત ધારીના 55 વર્ષીય આધેડ, વિજપડીના 81 વર્ષીય વૃધ્ધા અને 51 વર્ષીય આધેડ, રાજુલાના દાતરડી ગામના 74 વર્ષીય વૃધ્ધા અને 55 વર્ષીય પ્રાૈઢા, બગસરાના 70 વર્ષીય વૃધ્ધા અને 80 વર્ષીય વૃધ્ધ, લીલીયાના ભેસાણ ગામના 65 વર્ષીય વૃધ્ધ અને 62 વર્ષીય વૃધ્ધા, મોટી કુંકાવાવના 70 વર્ષીય વૃધ્ધ, લીલીયાના 58 વર્ષીય આધેડ, ધારીના સ્ટેશન પ્લોટમા રહેતો 19 વર્ષીય યુવાન અને ખાંભાના જીનવાડી પ્લોટમા રહેતા 66 વર્ષીય વૃધ્ધને કોરોનાનુ નિદાન થયુ છે. નવા 26 કેસ સાથે જિલ્લામા કુલ કેસની સંખ્યા 1750 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...