તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ખાંભા, રાજુલામાં અડધાે ઇંચ, માેલાત મુરઝાઇ રહી છે ત્યારે આંશિક વરસાદે પણ ખેડૂતાેને રાહત અાપી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાંભા પંથકના ખેડૂતાે વરસાદની ચાતક નજરે રાહ જાેઇ રહ્યાં છે. અહી પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ઉભી થયેલી છે અને વાડી ખેતરાેમા માેલાત મુરઝાવા લાગી છે. પાછલા અેક મહિનાથી મેઘરાજા ખેડૂતાેને કવરાવી રહ્યાં છે. જમીનનાે ભેજ પણ સુકાઇ ગયાે છે. તેવા સમયે અાજે બપાેરબાદ અહી મેઘરાજાનુ અાગમન થયુ હતુ. ખેડૂતાે ભારે વરસાદની રાહ જાેઇ રહ્યાં છે તેની વચ્ચે અાજે ધીમી ધારે 14મીમી અેટલે કે અડધા ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયાે હતાે. અાટલા વરસાદથી પાકનુ ચિત્ર ઉજળુ ભલે નહી બને પરંતુ હાલ તુરંત માેલાત ટકી રહેશે તેવી અાશાઅે ખેડૂતાે રાજી થયા હતા.અાવી જ સ્થિતિ રાજુલા પંથકમા જાેવા મળી રહી છે.

અહી વરસાદ ખેંચાયાે હાેય ખેડૂતાેના ચહેરા પર ચિંતાની લકીર છે તેવા સમયે અહી બપાેરબાદ 15મીમી વરસાદ પડી ગયાે હતાે. અડધા ઇંચ વરસાદથી રાજુલા તથા અાસપાસના વિસ્તારમા માેલાતને જીવનદાન મળી ગયુ હતુ. અમરેલી પંથકમા પણ દિવસ દરમિયાન અવારનવાર છુટાછવાયા વરસાદી વાદળાે દાેડયા હતા. જાે કે અહી ઝાપટુ પણ વરસ્યુ ન હતુ. ખેડૂતાેને અાઠમ પર મેઘરાજા મહેર કરશે તેવી અાશા છે.

અન્ય સમાચારો પણ છે...