હવામાન વિભાગ દ્વારા અગાઉ કાેલ્ડવેવની અાગાહી કરાઇ હતી. અમરેલી પંથકમા અાજે ઠંડીનાે પારાે ગગડીને 9.8 ડિગ્રી સુધી પહાેંચી જતા જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ વધુ રહેતુ હાેવાથી અાખાે દિવસ વાતાવરણ ટાઢુબાેળ રહ્યું હતુ. જેને પગલે લાેકાેને ગરમ વસ્ત્રાેમા વિંટળાવાની ફરજ પડી હતી. અમરેલીમા પાછલા કેટલાક દિવસાેથી ઠંડીનાે પારાે સતત ગગડી રહ્યાે છે જેના કારણે અાકરી ટાઢ પડી રહી છે.
બે દિવસ પહેલા અહી પારાે 10 ડિગ્રી સુધી નાેંધાયાે હતેા. જાે કે અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 9.38 ડિગ્રી સુધી નીચુ ઉતરતા કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું હતુ. અાકરી ઠંડી પડી રહી હાેય અહી સવારે જનજીવન માેડુ ધબકતુ જાેવા મળી રહ્યું છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 26.2 ડિગ્રી નાેંધાયુ હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 70 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 7.2 કિમીની રહી હતી. થાેડા દિવસ પહેલા અહી માવઠાની સ્થિતિ પણ સર્જાઇ હતી. જેને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ.
હાલમા ઠંડીનાે પારાે સતત નીચાે રહેતાે હાેવાથી કાતિલ ઠંડીથી લાેકાે ઠુંઠવાઇ ગયા છે. રાત્રીના અને સવારે લાેકાેને તાપણાનાે પણ સહારાે લેવાે પડી રહ્યાે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી થોડા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શીત લહેરો આવવાની શક્યતા છે. આ સમયે લોકોએ અનુસરવાની બાબતો અંગે માર્ગદર્શિકા બહાર પાડી જણાવાયું હતુ કે શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવનથી બચવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.