તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગરનો વસવાટ:સાંગરસોલા ડેમમાં 20 મગરનો વસવાટ, 2 બકરાનો શિકાર કર્યો

માણેકવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પશુપાલકો નદી કાંઠા પર પશુઓને પાણી પાવા જતા પણ ડરે છે, રેસ્ક્યુ કરો

કેશોદ પંથકના સાંગરસોલા ગામે સાબલીનદી પરના ડેમમાં મગરોનો વસવાટ જોવા મળી રહ્યોં છે. અને થોડા દિવસ પહેલા 2 બકરાનો શિકાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંગરસોલા ગામે સાબલી નદીના ડેમમાં આશરે 20 મગરોએ રહેઠાણ બનાવ્યું છે. અને આ મગરો હલતાં કાંઠા પર આવી પહોંચે છે.

આ ડેમમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિ બકરાને પાણી પીવડાવવા માટે ગયા હતા. એ સમયે મગર આવી ચઢી હતી. અને 2 બકરાનો શિકાર કર્યો હતો. હાલમાં નદીમાં પાણી ભર્યું હોવા છતાં મગર હોવાને કારણે લોકો પશુઓને પાણી પીવડાવવા જઈ શકતા નથી. અને ડર અનુભવી રહ્યાં છે. વનવિભાગ દ્વારા મગરોનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ છોડી મુકવામાં આવે તેવી આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો