આયોજન:સુપ્રસિદ્ધ મધ્યગીરમાં તુલસીશ્યામ ખાતે ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરાશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરણ પાદુકા પૂજન, રાજભોગ અને ધ્જવારોહણના કાર્યક્રમનું આયોજન

આ વર્ષે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા તુલસીશ્યામ જગ્યામાં શ્યામના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાનું નક્કી કરાયુ છે. તારીખ 13ના રોજ સવારમાં 9:30 કલાકે પુંજ્ય ભોળાનાથ બાપુના સાનિધ્યમાં ભગવાન સત્યનારાયણની કથા થશે. ત્યારબાદ 1001 મહામંડલેશ્વર સીતારામબાપુ તથા તેઓની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવશે.

11:30 વાગ્યે મહા આરતી, 12 વાગ્યે મંદિર ઉપર ધ્વજારોહણ અને 12:15 કલાકે રાજભોગનું આયોજન કરવામાં આવ્યું છે.રાજભોગના મુખ્ય દાતા સાગરભાઇ ડાભીયા છે. ટ્રસ્ટી ડો. બી. બી. વરુ તથા કથડભાઇ, તથા મહેશભાઈ કોટીલા, ગૌતમભાઈ વરુ, વ્યવસ્થાપક મનુભાઈ વડ,કેશુભાઈ, ભીખુભાઈ કોટીલા તથા મેનેજર રાજુભાઈ ગૌતમ, જનરલ મેનેજર ચિરાગભાઈ ભોળાભાઈ વરુ વિગેરે વ્યવસ્થા કરી રહ્યા છે.

સીતારામ બાપુ આશ્રમમાં ગુરુપૂર્ણિમાં ઉત્સવનું આયોજન
મહુવા નજીક સંજય હનુમાન સીતારામ બાપુ આશ્રમ કાટકડા ખાતે તા. 13ના રોજ 10:00 કલાકે મહંત મહામંડલેશ્વર 1008 બાલકૃષ્ણ બાપુની ચરણ પાદુકા પૂજન તથા મહા આરતીનું ભવ્ય આયોજન કરેલ છે તેમ હરિ ચરણદાસજી બાપુ, બાલકૃષ્ણ બાપુએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...