તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:અમેરીકામાં પાટીદાર સમાજ ઓફ USAમાં પ્રમુખ તરીકે ગુજરાતી દિકરીની વરણી થઇ, 31વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને સ્થાન મળ્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેન્સી પટેલ

અમેરીકામાં 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત નેન્સી પટેલની લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.નેન્સી પટેલ 31 વર્ષ બાદ લેઉવા પાટીદાર સમાજ ઓફ અમેરીકામાં સમાજની સ્થાપના બાદ મહિલા પ્રમુખ તરીકે છુટાય આવ્યા હતા.

છ રાષ્ટ્રીય સંમેલન અને ચાર રિજનલ કોન્ફરન્સના સંચાલનનો બહોળો અનુભવ
નેન્સી પટેલનો બારડોલીના સોયાણી ગામમાં જન્મ થયો હતો. જે બાદ તે અમેરીકામાં સ્થાયી થયા હતા. તેનું મુળ નામ નયના પટેલ છે. જે અમેરીકામાં નેન્સી પટેલ તરીકે ઓળખાઈ છે. નેન્સી પટેલ અમેરીકામાં લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં છેલ્લા નવ વર્ષથી સેવા આપે છે. તેમજ સંગઠનની તમામ સમિતિઓમાં સભ્યપદ ધરાવે છે. તેમની પાસે છ રાષ્ટ્રીય સંમેલન અને ચાર રિજનલ કોન્ફરન્સના સંચાલનનો બહોળો અનુભવ ધરાવે છે. આ તકે અમરેલી ડાયનેમીક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશી સાથે નેન્સી પટેલએ વાત કરતા જણાવ્યું હતું કે, અમેરીકામાં પણ સ્ત્રીઓ હવે પોતાની સ્વતંત્ર વિચારધારા તથા કાર્યશૈલીથી જાગૃત થઈ છે. તેના પરિણામે મને અમેરીકાના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા હોવા છતાં પ્રમુખપદ મળ્યું છે. જેનો મને આનંદ છે. નેન્સી પટેલએ અમેરીકામાં લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં પ્રમુખ સ્થાન મેળવી સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો