તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:અમરેલીની દામનગર ન.પા.માં SI દ્વારા રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અને તાલીમ અંગે માર્ગદર્શન અપાયું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ દામનગર નગરપાલિકા ખાતે એસ.આઈ.ના અધ્યક્ષ સ્થાને રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અને તાલીમ સેફટી કીટ પણ અપર્ણ કરી હતી. શ્રમજીવીઓને વ્યાજબી વળતર મળી રહે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં જોડાવવા મળે જેથી સરકાર દ્વારા રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના બનવવામાં આવી છે.

આજે દામનગર નગરપાલિકા દ્વારા હદ વિસ્તાર માંથી 15 જેટલા રેગપીકર શોધી કાઢવામાં આવ્યા આ રેગપીકર શ્રમજીવી ઓની આરોગ્યની જાળવણી માટે તેઓને સેફટી કીટ વિતરણ કરવામા આવી આ કીટમાં ફ્લોરોસન્ટ જેકેટ,હેન્ડ મોજા,રેઇનકોટ, બુક,માસ્ક,સેનિટાઈઝર,માસ્ક,વગેરે વિતરણ કરાયુ હતું. દામનગર નગરપાલિકા દ્વારા તેમને મળતા લાભો અને મળવા પાત્ર છે તે અંગે ખાસ તાલીમ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતુ

અન્ય સમાચારો પણ છે...