તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત ચૂંટણી 2021:કરિયાણા, ખંભાળા તાલુકા પંચાયત સીટ ભાજપને બિનહરીફ મળી ગઇ

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 5 નગરપાલિકામાં 17 જિલ્લા પંચાયતમાં 2 અને 11 તાલુકા પંચાયતમાં 17 ફોર્મ પરત ખેંચાયા
 • હવે જિલ્લા પંચાયતમાં 34 સીટ માટે 91 ઉમેદવાર વચ્ચે જંગ, તા. પં.માં 16 બેઠક રહી

પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીને બાબરા તાલુકા પંચાયતની કરિયાણા અને ખંભાળા બેઠક બિન હરીફ મળી હતી. ખંભાળામાં કોંગી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જ્યારે કરિયાણામાં ભાજપના એકમાત્ર ઉમેદવાર છે. આજે જિલ્લા પંચાયતમાં બે તથા તાલુકા પંચાયતો અને પાંચ પાલિકામાં 17-17 ફોર્મ પરત ખેંચાયા હતા. અમરેલી જિલ્લામાં નગરપાલિકા અને પંચાયતોમાં કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે તે ચિત્ર આજે સ્પષ્ટ થઈ ગયું હતું. આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. જે દરમિયાન જિલ્લા પંચાયતમાંથી બે ફોર્મ પરત ખેંચાયા હતા.

જ્યારે અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતમાંથી 17 ફોર્મ પરત ખેંચાયા હતા. 5 નગરપાલિકામાંથી પણ 17 ફોર્મ પરત ખેંચાયા હતા. આમ હવે નગર પાલિકામાં કુલ 459 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. જ્યારે 11 તાલુકા પંચાયતોમાં 515 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની 34 સીટ માટે 91 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.દરમિયાન ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીને બાબરા તાલુકા પંચાયતની બે બેઠક બિનહરીફ મળી ગઈ છે. અહીંની કરિયાણા સીટ પર એકમાત્ર ભાજપના ઉમેદવારે જ ફોર્મ ભર્યું છે.

જેના પગલે આજે આ સીટ ભાજપને બિનહરીફ મળી હતી. આ ઉપરાંત બાબરા તાલુકા પંચાયતની ખંભાળા સીટ પર ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ ભરાયા હતા. જે પૈકી કોંગ્રેસના ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચી લેતા આ સીટ પણ ભાજપને બિનહરીફ મળી છે. આમ 18 સીટની તાલુકા પંચાયતમાંથી ભાજપને બે સીટ મળી ચૂકી છે.

અમરેલી નગરપાલિકામાંથી 4, બગસરા પાલિકામાંથી 4, સાવરકુંડલા પાલિકામાં 6, બાબરા પાલિકામાં 1 અને દામનગર પાલિકામાં 2 ફોર્મ પરત ખેંચાયા હતા. જિલ્લાની 5 પાલિકા, તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. હાલમાં સૌથી વધુ ઉમેદવાર અમરેલી નગરપાલિકામાં 129 છે. આ ઉપરાંત સાવરકુંડલા નગરપાલિકામાં પણ 105 ઉમેદવાર વચ્ચે જંગ થશે.

કઈ પાલિકામાં કેટલા ઉમેદવાર વચ્ચે જંગ ?

અમરેલી પાલિકા

129

બગસરા પાલિકા.

83

સાવરકુંડલા પાલિકા

105

બાબરા પાલિકા.

61

દામનગર પાલિકા

81

કુલ.

459

કઈ તાલુકા પંચાયતમાં કેટલા ઉમેદવાર ?

લાઠી.38
બાબરા.45
લીલીયા39
ધારી.52
રાજુલા.51
વડિયા48
સાવરકુંડલા65
જાફરાબાદ42
બગસરા.41
ખાંભા.45
અમરેલી.49
કુલ.515
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો