ફરિયાદ:સાવરકુંડલાની પરિણીતાને કરિયાવર મુદે દુ:ખ ત્રાસ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધારી તાલુકાના ડાભાળીમા રહેતા અને સાવરકુંડલા સાસરે સ્થિત મહિલાને પતિ સહિત સાસરીયાએ કરિયાવર મુદે દુખત્રાસ ગુજારી મારકુટ કરતા હોય તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. નિલેશ્વરીબેન લગધીરભાઇ બસીયા (ઉ.વ.30) નામના મહિલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન 11 વર્ષ પહેલા કુંડલા રહેતા લગધીરભાઇ સાથે થયા હતા અને ત્રણ સંતાન છે.

તેમના પતિને દારૂનુ વ્યસન હોય અને કામ ધંધામા ધ્યાન આપતા ન હોય અવારનવાર ઝઘડો કરતા હતા. આ ઉપરાંત રામકુભાઇ તેમજ મનુબેન અને ચેતનાબેન પણ કરિયાવર મુદે માનસિક શારીરિક દુખત્રાસ ગુજારતા હતા. પતિ પણ અવારનવાર ઝઘડો કરી મારકુટ કરતા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.એમ.રામાણી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...