ખેડૂત સામે ગુનો નોંધાયો:નાના ભંડારિયામાં તાર ફેન્સીંગમાં મૂકેલા પ્રવાહથી દાદા અને પૌત્રીને શોક લાગ્યો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પ્રવાહ મુકનાર આંકડિયાના ખેડૂત સામે ગુનો નોંધાયો

અમરેલી તાલુકાના નાના ભંડારીયાની સીમમા ભાગવી ખેતીનુ કામ કરતા આધેડ અને તેની પૌત્રીને બાજુના ખેડૂતે તાર ફેન્સીંગમા મુકેલા વિજ પ્રવાહના કારણે વિજશોક લાગતા આ ખેડૂત સામે ગુનો નોંધાયો છે. આ ઘટના આજે સવારે અમરેલીના નાના ભંડારીયામા બની હતી. દાહોદ જિલ્લાના હરમલભાઇ માવી (ઉ.વ.48) તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે નાના ભંડારીયામા રહે છે અને દસ વર્ષથી ઘનશ્યામભાઇ બોઘરાનુ ખેતર ભાગવુ રાખે છે.

તેના પરિવારના સભ્યો આજે સવારના સમયે નિંદામણનુ કામ કરી રહ્યાં હતા. અને તેમની છ વર્ષની પૌત્રી પ્રિતિકા વાડીના શેઢે રમી રહી હતી ત્યારે તેને વિજશોક લાગ્યો હતો. બાજુના ખેતરવાળા મોટા આંકડીયાના અશોક પોપટભાઇ રાખોલીયાએ તાર ફેન્સીંગમા વિજશોક મુકયો હતો. બાળકીને શોક લાગતા હરમલભાઇ માવી તેને બચાવવા ગયા હતા.

જેથી તેમને પણ શોક લાગ્યો હતો. હરમલભાઇના પત્ની રસુબેને બાજુના ખેતરમા જઇ ઓરડીમાથી વાયર ખેંચી કાઢી બંનેને બચાવ્યા હતા અને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડયા હતા. જયાં હરમલભાઇની હાલત ગંભીર છે. અમરેલી તાલુકા પોલીસે આ બારામા રસુબેનની ફરિયાદ પરથી ફેન્સીંગમા વિજ પ્રવાહ મુકનાર ખેડૂત અશોક પોપટભાઇ રાખોલીયા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...