અમરેલીમા વિદ્યાસભા કેમ્પસ ખાતે જીપીએલ ટુર્નામેન્ટ સિઝન-1નુ આયોજન કરાયુ હતુ. જેમા કુલ 5 ટીમ માટે 389 ખેલાડીઓએ ઓકશનમા ભાગ લીધો હતો જે પૈકી 105 ખેલાડીઓનુ ઓકશન થયુ હતુ. અહી ફાઇનલ મેચમા માર્શલ-15 ટીમ વિજેતા બની હતી.
છાત્રોમા રમત ગમત પ્રત્યે રૂચિ વધે તે હેતુથી અમરેલીમા વિદ્યાસભા ખાતે ગજેરા પ્રિમીયમ લીગ જીપીએલ ટુર્નામેન્ટ સિઝન-1નુ આયોજન કરાયુ હતુ. અહી પાંચ ટીમ વચ્ચે લીગ મેચનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા મારૂતિ-11, વિદ્યાસભા લાયન્સ, કિંગ્સ ઇલેવન, માર્શલ-15, ડ્રેગન-11 ટીમો વચ્ચે રસાકસી મેચો જામી હતી.
આ ટુર્નામેન્ટમા માર્શલ-15 અને કિંગ્સ-11 વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમા માર્શલ-15 ટીમનો ત્રણ રનથી વિજય થયો હતો. જીપીએલ ટુર્નામેન્ટ સિઝન-1નુ આયોજન કરવા બદલ સ્પોર્ટસ વિભાગને સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઇ પટેલ તથા ચતુરભાઇ ખુંટ તેમજ શાળાના આચાર્યો અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.