સમસ્યા:સરકારી માધ્યમિક શાળાનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાંભા તાલુકાના જામકામાં આવેલ શાળાની હાલત દયનીય
  • ધોરણ 9 થી 12માં 310 છાત્રો અભ્યાસ કરે છે : શિક્ષણમંત્રીને રજૂઆત

ખાંભા તાલુકાના જામકામા આવેલ સરકારી માધ્યમિક શાળાનુ બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમા ઉભુ છે. અહી ધોરણ 9 થી 12મા 310 છાત્રો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે અહી નવુ બિલ્ડીંગ બનાવવા સરપંચ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરવામા આવી છે. જીવના જોખમે અભ્યાસ કરતા છાત્રો માટે બિલ્ડીંગનું નવનિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જામકાના સરપંચ એન.ડી.પરમાર દ્વારા શિક્ષણમંત્રીને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે જામકા અંતરીયાળ ગામ છે. અહી સરકારી માધ્યમિક શાળા વર્ષ 2016મા મંજુર થઇ હતી.

હાલમા ધોરણ 9 થી 12મા 310 છાત્રો અભ્યાસ કરે છે. શાળાને છ વર્ષ થયા છતા નવુ બિલ્ડીંગ નથી. હાલ છાત્રો જુના બિલ્ડીંગમા બેસીને જોખમી રીતે અભ્યાસ કરી રહ્યાં છે. જામકા ગ્રામ પંચાયત દ્વારા બે એકર જમીન શાળાને ફાળવેલ છે જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નામે થઇ તેને પણ એક વર્ષથી વધુ સમય થયો છે. છતા નવુ બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવતી નથી. ત્યારે તાકિદે આ પ્રશ્નનો ઉકેલ આવે અને નવુ બિલ્ડીંગ બનાવવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...