શુભારંભ:ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રતિબદ્ધ, અમરેલીમાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંડેરી સહિતનાએ રથનું પ્રસ્થાન કરાવ્યું

અમરેલીમા અાજે ગુજરાત રાજયના મ્યુનિસિપલ ફાયનાન્સ બાેર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીઅે લીલી ઝંડી અાપી ત્રિદિવસીય અાત્મનિર્ભર ગ્રામ યાત્રાનાે શુભારંભ કરાવ્યાે હતાે.કાર્યક્રમમા ચેરમેન ભંડેરીઅે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અાગેવાનીમા વર્તમાન સરકારે અનેકવિધ લાેક કલ્યાણ યાેજનાઅાેના લાભાે છેવાડાના જરૂરીયાતમંદ માનવીને સરળતાથી મળે તે દિશામા નિર્ણયાે લીધા છે. વિકાસને છેવાડાના માનવી સુધી લઇ જવા રાજય સરકારના વિભાગાે દ્વારા ઝુંબેશ હાથ ધરવામા અાવી છે. અાત્મનિર્ભર યાત્રા થકી ગ્રામજનાેને ખરા અર્થમા અાત્મનિર્ભર બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે.

અહી મહાનુભાવાેઅે લીલીઝંડી અાપી યાત્રા રથનુ પ્રસ્થાન કરાવ્યું હતુ.યાત્રા રથ ત્રણ દિવસ જિલ્લા પંચાયતની 34 સીટના વિવિધ ગામડાઅાેમા ફરી વિવિધ વિભાગાેની યાેજનાકીય માહિતી અાપી સરકારની ફલેગશીપ યાેજના અંગેનુ માર્ગદર્શન ગ્રામજનાે સુધી પહાેંચાડશે.

ગ્રામ્યકક્ષાઅે વિવિધ કામાેનુ લાેકાર્પણ, ખાતમુર્હુત, ચેક વિતરણ અને કીટ વિતરણ કરવામા અાવશે. અમરેલી જિલ્લામા બ્લાેક રાેડ, અાંગણવાડી, ગ્રામ્ય હાટ, સાેકપીટ, અાવાસ, રસ્તા, ચેકડેમ, પાણી પુરવડા અને પુલના રૂપિયા 329.60 લાખના ખર્ચે તૈયાર થતા 41 જેટલા કામાે પૈકીના અમુક કામાેનુ લાેકાર્પણ રૂપિયા 1356.62 લાખના ખર્ચે તૈયાર 670 કામાે પૈકી અમુક કામાેનુ ખાતમુર્હુત કરવા ઉપરાંત વિવિધ યાેજનાઅાે હેઠળ જુદાજુદા વિભાગાેના યાેજનાકીય 40 કામાે માટે રૂપિયા 20 લાખની રકમ પૈકીના કેટલાક ચેકનુ વિતરણ કરાયુ હતુ. અા પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન માેવલીયા, જિલ્લાના પ્રભારી સચિવ સંદિપકુમાર, જિલ્લા કલેકટર ગાૈરાંગ મકવાણા, ડીડીઅાે દિનેશ ગુરવ, ડીઅારડીઅે નિયામક વિશાલ સકસેના સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...