અમરેલીમા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ચાલી રહેલા અલવિદા તનાવના કાર્યક્રમમા પાંચમા દિવસે 108 દીપ પ્રજવલિત કરી જંગી મેદનીએ શંખનાથ સાથે પરિવર્તન ઉત્સવ ઉજવ્યો હતો. અમરેલીમા આજે વિવિધ સંસ્થાના ધાર્મિક સંસ્થાના પ્રતિનિધીઓ, સામાજીક સંસ્થાના આગેવાનો, સંતો વિગેરેની ઉપસ્થિતિમા 108 દીપ પ્રગટાવી સુખી જીવન જીવવા માટે ભવ્ય પરિવર્તન ઉત્સવને ઉજવણી કરાઇ હતી.
અહી બ્રહ્માકુમારી પુનમબેને જણાવ્યું હતુ કે સુખી થવુ કોને ન ગમે ? શાંતીમય જીવનની શોધમા આપણે ચારે તરફ ભાગદોડ કરીએ છીએ. જેવા સંપર્કો કરીએ તેવા વિચારો આવે છે. તનાવમા રહીએ કે વધારે વિચારવા લાગીએ ત્યારે ક્રોધ, દર્દ અને નિરાશાના વિચારો આવે છે.
આવા વિચારોથી બ્રેઇન બ્લોક થાય છે. અને બ્રેઇનનુ કેન્દ્રબિંદુ બ્લોક થવાથી શારીરિક અને માનસિક બિમારીઓ આવે છે. મગજને પોઝીટીવ એનર્જી મળે તેવા વિચારોથી કેન્દ્રબિંદુ ખુલશે અને શારીરિક તથા માનસિક બિમારીમાથી મુકિત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.