રજૂઆત:દેવી- દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મુકો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મુકવા માટે રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. અને ચાઈનીઝ ફટાકડાના વેંચાણ પણ બંધ કરવા માંગણી કરી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ઠેરઠેર ફટાકડાના વેંચાણ માટે તૈયારીઓ શરૂ થઈ ગય છે. ચાઈનીઝ ફટાકડાનું વેંચાણ પણ વધારે જોવા મળે છે.

આ ફટાકડા અવાજ વધુ અને ધુમાડો વધારે કરે છે. જેના કારણે પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત ફટાકડા પર દેવી- દેવતાના ફોટા લગાડવામાં આવે છે. જે રસ્તા પર કચરાની માફક પડ્યા હોય છે. જેના કારણે લોકોની ધાર્મીક લાગણી દુભાઈ છે. ત્યારે દેશભરમાં ચાઈનીઝ ફટાકડાના વેંચાણ અને દેવી દેવતાના ફોટા પર પ્રતિબંધ લગાડવા માટે રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...