તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Give PM Awas Yojana In Thorkhan Village Of Babra, Application Of Devipujak Samaj To The Collector, 10 Families Killed Due To Lack Of Primary Facility

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બાબરાના થોરખાણ ગામે PM આવાસ યોજના આપો, દેવીપુજક સમાજનું કલેકટરને આવેદન, પ્રા.સુવિધા ન હોવાથી 10 પરિવારને હાલાકી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાબરા તાલુકાના થોરખાણ ગામે દેવીપૂજક સમાજને પીએમ આવાસ યોજના આપવા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. બાબરા તાલુકાના થોરખાણ ગામે રહેતા જગદીશભાઈ સોલંકી દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે થોરખાણ ગામે મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા દેવીપૂજક સમાજને પીએમ આવાસ યોજનાનો લાભ મળતો નથી.

આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવાયું હતું કે અહીં ૧૦થી વધુ પરિવારજનો વસવાટ કરે છે.અહીં દેવીપુજક સમાજને વીજળી તેમજ ગટરની સુવિધા પણ આપવામાં આવી નથી. જેના કારણે પરિવારજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે દેવીપૂજક સમાજને પીએમ આવાસ યોજના અંતર્ગત આવરી લેવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો