તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પક્ષના નેતાની મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી રજૂઆત

કોરોના મહામારીમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પહોંચી છે. કોરોનાને ધ્યાને રાખીને ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી.

ધાનાણીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી સીબીએસઇ સહિતના નેશનલ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ રાજ્ય સરકારે માત્ર ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. અને ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કર્યું છે. જેના કારણે ગુજરાતના ધોરણ 10ના 3.80 લાખ અને ધોરણ 12ના 1.10 લાખ મળી કુલ 4.90 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીના વાલીઓમાં વ્યાપક ચિંતા ઊભી થઈ છે.

વધુમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. પણ રીપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે ? કોરોના રીપીટર વિદ્યાર્થીઓમાં શુ ફેલાશે નહી ? તેવા સવાલો તેમણે સરકાર સામે ઉઠાવ્યા હતા. અને રાજ્ય સરકાર ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી કોરોનાની ત્રીજી લહેરને પ્રવેશતા અટકાવે તેવી તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...