આત્મહત્યા:બગસરામાં યુવતીએ એસીડ પી આપઘાત કર્યો, કોઇ અગમ્ય કારણોસર ભરેલું પગલું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાખાને સારવાર દરમિયાન મોત થયું

બગસરામા નટવરનગરમા રહેતી એક યુવતીએ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.યુવતીના આપઘાતની આ ઘટના બગસરામા બની હતી. અહીના નટવરનગરમા રહેતી આશાબેન હકાભાઇ માથાસુરીયા (ઉ.વ.20) નામના યુવતીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના મકાનમા એસીડ પી લીધુ હતુ.

​​​​​​​તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે સંજયભાઇ હકાભાઇ માથાસુરીયાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.એસ.જોષી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...