સિંહ પરિવારે મારણ કરી મિજબાની માણી:ગીર જંગલનો વિસ્તાર છોડી ડાલમથ્થા ધારી હાઈવે પર પહોંચ્યા, થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી ગયા

અમરેલી23 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અવારનવાર સિંહ હાઈવે પર અને જંગલ વિસ્તારની નજીકમાંઆવેલા ગામડાઓમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે. એવામાં એક સિંહ પરિવારનો ધારી હાઈવે પરનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં હાઈવેના કિનારા પર જ પશુનું મારણ કરી સિંહ પરિવાર મિજબાની માણતો જોવા મળી રહ્યો છે.

ધારી નજીકના ગોપાલગ્રામ હાલરીયા રોડ પર સિંહ પરિવારે એક પશુનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હાઈવે પર સિંહ પરિવાર આવી જતા થોડી વાર માટે હાઈવે પરથી પસાર થતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.

સમગ્ર ઘટનાથી વનવિભાગ પણ ચિંતિત
સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે વનવિભાગ પણ ચિંતિત છે. સિંહો ગમે ત્યારે સિંહબાળ સાથે નીકળી જાય છે કેટલીક વખત જોખમી રીતે હાઇવે ઉપર આવે છે. જેના કારણે વનવિભાગ મહામુસીબતે રોડથી દૂર ખસેડવાનો પ્રયાસ કરતા હોય છે .જ્યારે આ પ્રકારની ઘટનામાં સિંહો ઉપર અકસ્માતનું જોખમ સર્જાય છે અને લોકો ઉપર હુમલાની શકયતા પણ સર્જાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...