અનરાધાર મેઘમહેર:અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, સુડાવડ,કાળુભાર નદીમાં ઘોડાપૂર

અમરેલી3 મહિનો પહેલા
  • અમરેલી,વડીયા,કુંકાવાવ,લાઠી બાબરા વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે જિલ્લામાં અમરેલી, વડીયા, કુંકાવાવ,લ ાઠી અનને બાબરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં સવારથી ધીમીધારે વરસાદી પવન ફૂંકાતા સર્કિટ હાઉસ મુખ્ય ગેટ ઉપર વૃક્ષ ધરાશાયી થતા અવર જવર થોડીવાર માટે બંધ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારો પર હેત વરસાવતા મેઘરાજા
અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત મેઘમહેર થઈ રહી છે. આજે વડીયા શહેરમાં 1 ઇંચ વરસાદ ખબકયો હતો. વડીયાના મેઘાપીપીરિયા,અનિડા, તોરી,દેવળકી,બરવાળા,મોરવાડા, ઉજળા,હનુમાન ખીજડિયા, કુંકાવાવ વિસ્તાર મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

બગસરના ચુડાવડ,લૂંઘીયા,સાપર વિસ્તારમાં વરસાદ પડતા પાણી પાણી જોવા મળી રહ્યું છે. ચુડાવડની સ્થાનિક નદીમાં પૂર આવતા ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચમારડી,ભિલા,ભીલડા,વલારડી,કુંવરગઢ,ઈંગોરાળા સહિત વિસ્તારમાં વરસાદ ચમારડીની ઠેબી નદીમાં પાણી આવતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા. બાબરાની કાળુભાર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
ગઈ કાલે માત્ર જાફરાબાદ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો આજે અમરેલી જિલ્લામાં મોટાભાગે વિસ્તારમાં ધીમીધારે થી લઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદી નાળા છલકાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...