• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Ghodapur Condition In Local Rivers Due To Heavy Rains In Kagdadi Village Of Amreli, 1 House In The Village Became Land Friend

અનારાધાર મેઘમહેર:અમરેલીના કાગદડી ગામમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, ગામમાં 1 મકાન જમીન દોસ્ત થયું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઈ લૂંઘીયા ગામની નદીમાં પૂરના કારણે 2 ભેંસ તણાય ધસમસતા પ્રવાહમાં
  • સૌવથી વધારે બગસરા વિસ્તારના ગામડામાં પુરની સ્થિતિ સર્જાઈ ઠેર ઠેર ઘોડાપૂરના દ્રશ્યો​​​​​​​

હવામાન વિભાગની આગાહીને લઈ મેઘરાજાની તોફાની બેટિંગની તૈયારી અમરેલીમાં જોવા મળી રહી છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. બગસરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે સાપર,સુડાવડ,કાગદડી,લૂંઘીયા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા પુરની સ્થિતિ સર્જાઈ છે. લૂંઘીયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને કાગદડી ગામમાં1 મકાન ધરાશઈ થયું છે. જોકે અહીં કોઈ જાનહાનિ થઈ નથી. મોટી દુર્ઘટના ટળી છે અને અફરા તફડી સર્જાય હતી. ઠેર ઠેર પાણી ભરાયા છે કેટલાક ગામડા એવા છે જ્યાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે ઉપરના ગામડાઓ માંથી ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે.

રાજુલા તાલુકાના ડુંગર,ઝીંઝકા,કુંભારીયા,જાફરાબાદ તાલુકા ટીબી ગામની નદીમાં પુર આવ્યું છે. નાગેશ્રી,મીઠાપુર,કાગવદર જેવા ગામડામાં પણ વરસાદ પડ્યો હતો. ધારી ગીર કાંઠાના ગામડામાં ધોધમાર વરસાદના કારણે દલખાણીયા,ગોવિદપુર,કુબડા, સહિત ગામડામાં વરસાદ ધારી ગીર જંગલના ગામડામાં વરસાદ સારો એવો પડતા ધારી ખોડીયાર ડેમમાં પાણીની આવક થઈ છે. જોકે હાલ 70% પાણી છે જેના કારણે તંત્ર એલર્ટ થયું છે. આજે 2 ફૂટ કરતા વધુ પાણીની આવક થઈ છે જેના કારણે નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કર્યા છે. ડેમ ગમે ત્યારે ભરાય શકે છે ધારીના જીવન મુકેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી શેત્રુંજી નદીમાં પણ પુરની સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...