તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપીંડી:એક જ ટ્રેકટર પર બે વખત લોન મેળવી બેંક સાથે છેતરપીંડી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂપિયા 3.34 લાખની લેણી રકમ ન ભરતા મહિલા સહિત 2 સામે ફરિયાદ

ધારી તાલુકાના કરમદડીમા રહેતા અેક મહિલા સહિત બે શખ્સાેઅે અેક જ ટ્રેકટર પર બે વખત લાેન મેળવી અેસબીઅાઇમા 3.34 લાખની લેણી રકમ ન ભરી છેતરપીંડી અાચરતા અા બારામા બેંકના મેનેજર દ્વારા બંને સામે ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ હતી.ધારી અેસબીઅાઇ શાખાના મેનેજર રમેશકુમાર શંકરલાલ ગેહલાેતે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કરમદડીમા રહેતા ગંગાબેન દયારામ ગાેંડલીયા તેમજ અમરેલી રહેતા વિશાલભાઇ જયસુખલાલ પટેલ નામના બંને શખ્સાેઅે ટ્રેકટર નંબર જીજે 14 અેકે 0039 ઉપર રૂપિયા 8,05,000ની લાેન મેળવી હતી.

જાે કે બાદમા ઘણા સમયથી લાેનના હપ્તા ભરતા ન હાેય તારીખ 2/1/21ના રાેજ લાેન ખાતુ બંધ કરવામા અાવ્યું હતુ અને ત્યારે લાેનના 3,34,413 લેણા નીકળતા હતા.બેંકમા અાેડિટ અાવતા વેરીફાઇ કરાવતા ગંગાબેને અગાઉ અા જ ટ્રેકટર પર અન્ય બેંકમાથી પણ લાેન લીધી હાેવાનુ જાણવા મળ્યુ હતુ. બંનેઅે અેસબીઅાઇ શાખામાથી લાેન ઉપાડી રૂપિયા 3,34,413ની લેણી રકમ નહી ભરી છેતરપીંડી અાચરી હતી.

અન્ય સમાચારો પણ છે...