સામાજિક સંમેલન:અમરેલીના જાફરાબાદમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી આર.સી. મકવાણા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરી

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા મહાસંમેલન યોજવામા આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.

2022 વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે રાજકીય અને સામાજિક સંમેલનોનો દૌર શરૂ થયો છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા મહાસંમેલન યોજવામા આવ્યું હતું. સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ હાજરી આપી હતી. જો કે, પાટીલ તેના નક્કી સમય કરતા દોઢ કલાક મોડા પહોંચ્યા હતા.

મહા સંમેલનમાં સીઆર પાટીલ ઉપરાંત સરકારના મંત્રી આર.સી.મકવાણા,પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા,સાંસદ નારણ કાછડીયા,ડો.ભરત બોધરા સહિત દિગજ નેતા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...