સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:મતગણતરી સ્થળાે પર કાર્યકરાેનાે જમાવડાે, કહી ખુશી કહી ગમ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાલવાવમાં વિજેતા સરપંચની કારમાં પરાજીત ઉમેદવારના પુત્રઅે તાેડફાેડ કરી ધમકી અાપી

7 અમરેલી જિલ્લામા ગ્રામ પંચાયતમા મતદાન બાદ અાજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જિલ્લામા જુદાજુદા 11 તાલુકા મથકાે પર સવારથી જ મતગણતરી શરૂ કરાઇ હતી. ચુંટણીનુ પરિણામ જાણવા પણ લાેકાેમા ભારે ઇંતેજારી હાેય સવારથી જ ઉમેદવારાેના સમર્થકાે પણ મતગણતરી સ્થળ બહાર ભીડ લગાવી હતી. તાે ભાલવાવમા વિજેતા સરપંચને પરાજીત ઉમેદવારના પુત્રઅે ધમકી અાપી કારમા તેાડફાેડ કર્યાની ઘટના બની છે.

અમરેલીમા કમાણી ફાેરવર્ડ હાઇસ્કુલ ખાતે જુદાજુદા 16 ટેબલ પર મતગણતરી હાથ ધરવામા અાવી હતી.અહી સવારથી જ મતગણતરી કેન્દ્ર બહાર લાેકાેની ભીડ જાેવા મળી હતી. અેક પછી અેક ગ્રામ પંચાયતની ચુંટણીનુ પરિણામ સામે અાવતા બહાર ઉભેલા ઉમેદવારાેના સમર્થકાેમા પણ કહી ખુશી કહી ગમ જેવાે માહાેલ જાેવા મળ્યાે હતાે.

મતગણતરી કેન્દ્ર બહાર કાેઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાેલીસ દ્વારા પણ ચુસ્ત બંદાેબસ્ત ગાેઠવવામા અાવ્યાે હતાે. જાે કે અહી મતગણતરી ધીમી ચાલતી હાેવાથી બહાર ઉભેલા ઉમેદવારાેના સમર્થકાે પણ કંટાળાે અનુભવી રહ્યાં હતા. અહી સવારથી જ મતગણતરી અાસપાસ સ્થળાેઅે વાહનાેના થપ્પા લાગી ગયા હતા. તાે અાવી જ રીતે વડીયા, લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા, ધારી, ખાંભા, બગસરા, રાજુલા અને જાફરાબાદમા પણ મતગણતરી સ્થળાે પર લાેકાેની ભીડ જાેવા મળી હતી.

બીજી તરફ લાઠી તાલુકાના ભાલવાવ ગ્રામ પંચાયતની મતગણતરી બાદ સરપંચ પદે કલ્પેશભાઇ નાગજીભાઇ વિરાણી વિજેતા થયા હતા. તેઅાે ચુંટણી જીત્યા બાદ પાેતાની કાર લઇ ગામના પાદરમા પહાેંચ્યા ત્યારે અહીના યુવરાજસિંહ ઉર્ફે જાગાે હિતેન્દ્રસિંહ ગાેહિલ નામના શખ્સે તેમની ગાડી ઉભી રખાવી મારી નાખવાની ધમકી અાપી કારમા તાેડફાેડ કરી 50 હજારનુ નુકશાન કર્યુ હતુ. યુવરાજના માતા સરપંચ પદના ઉમેદવાર હતા. અને પરાજીત થયા હાેય તેના મનદુખમા અા હુમલાે થયાે હતાે. જે અંગે તેની સામે દામનગર પાેલીસમા ફરિયાદ નાેંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...