ભક્તિ:80 રૂપિયામાં તૈયાર થયેલી સાગની ગરબી

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50વર્ષથી ચાલી રહી છે ગરબીમાં માતાજીની આરાધના

અમરેલી નાગનાથ મંડળે 80 રૂપિયામાં તૈયાર થયેલી સાગની ગરબીમાં 50 વર્ષથી માતાજીની આરાધના કરાઇ રહી છે. આ ગરબી શરૂ થઈ ત્યારે શહેરભરમાંથી લોકો કલાકો સુધી ગરબી જોવા માટે પહોંચતા હતા. આજે આ ગરબીના 50 વર્ષ પૂર્ણ થયા છે પણ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.અમરેલી શહેરમાં જ્યારે નવરાત્રી મહોત્સવ જુજ પ્રમાણમાં થઈ રહ્યો હતો. તે સમયે માણેકપરા, વિજય ચોક, ભગવાન ચોક, ચોરાપામાં નવરાત્રી થઈ રહી હતી.

અહી નાગનાથ મંદિર પાસે નંદાભાઈ પવાર, ઉપેન્દ્રભાઈ રાજ્યગુરૂ, સુરેશભાઈ વ્યાસ, રમેશભાઈ માંડલીયા, રમેશભાઈ પંડયા, હર્ષદભાઈ પંડયા, શંભુભાઈ માલકીયા અને મુકેશભાઈ જાની વિગેરે યુવાનોએ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે એક- એક અને બે- બે રૂપિયાનો ફાળો કરાયો હતો. અને માત્ર 80 રૂપિયામાં સુંદરજીભાઈ મિસ્ત્રી પાસે સાગની ગરબી બનાવવામાં આવેલ હતી.અહીની ગરબીમાં લોકો તબલા, ઝાંઝ, ગાયક અને જીલવાળાને જોવા માટે કલાકો સુધી બેસી રહેતા હતા.

અત્યારે પણ નવરાત્રી દરમિયાન ભાઈઓ અને બહેનો ચાર તાલીમાં રાસ ગરબા લઈ રહ્યા છે. અને રાત્રીના દોઢથી બે વાગ્યા સુધી ગરબા ચાલી રહ્યા છે. જેનું રાજનભાઈ જાની અને તેમની ટીમ સફળતા સાથે સંચાલન કરી રહ્યા છે. અહી 20 થી 25 વર્ષ પછી નાગનાથ યુવક મંડળ અસ્તિતવમાં આવ્યું અને ડો. પંચાલ અહી ગાઈડ અને માર્ગદર્શન બન્યા હતા. આજે આ ગરબીના 50 વર્ષ પૂર્ણ થતા પી.પી. સોજીત્રા, ડો. પી.પી. પંચાલ અને વર્ષીલભાઈ ગાંધીએ અહી મુલાકાત લીધી હતી. તેમનું નવરાત્રી મંડળે સન્માન કર્યૂં હતું.

અન્ય સમાચારો પણ છે...