તટસ્થ તપાસની ઉઠતી માંગ:માત્ર એક માસ પહેલા બનેલા રાજુલા બાઢડા રોડમાં ગાબડાથી લોકોમાં રોષ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારને છુપાવવા ગાબડા પુરવા પ્રયાસ : તટસ્થ તપાસની ઉઠતી માંગ

ભ્રષ્ટ સરકારી તંત્ર અને ભ્રષ્ટ રાજનેતાઓના કારણે અમરેલી જિલ્લામા અનેક માર્ગો એવા બને છે જે બન્યાંના એક કે બે માસમા જ તુટી જાય છે. રાજુલાથી બાઢડાનો માર્ગ પણ આવો જ છે જે એક માસ પહેલા બન્યો હતો. અને હાલમા તે તુટી જતા ગાબડા કરવામા આવી રહ્યાં છે.

રાજુલાથી બાઢડા વચ્ચેનો આ માર્ગ જયારે બનતો હતો ત્યારે જ તે નબળો બની રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય આવી ફરિયાદો પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામા આવ્યું ન હતુ. અને લોટ પાણી અને લાકડા જેવો રોડ બનાવી દેવાયો હતો. આ નેશનલ હાઇવે છે અને તેના કામમા મોટાપાયે ગેરરીતિ કરવામા આવી હતી.

આ રોડનુ કામ પણ એક રાજકીય નેતાના સગા દ્વારા કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લામા કઠણાઇની વાત એ છે કે રાજકીય આગેવાનો જ રોડના કોન્ટ્રાકટ રાખી અધિકારીઓ સાથે મિલીભગત કરી નબળુ કામ કરીને કરોડો રૂપિયા ખિસ્સામા સરકાવી દે છે.

આ રોડ પર પ્રથમ વરસાદમા જ ખાડા પડી જતા હવે નબળા કામને છુપાવવા માટે તેના પર ગાબડા કરવામા આવી રહ્યાં છે. પરંતુ માત્ર ખાડાઓ બુરી દેવાથી સ્વાભાવિક રીતે જ રોડ સારો બની જવાનો નથી. હજુ ચોમાસુ બાકી છે ત્યાં આખો રોડ ખરાબ થઇ જશે. સાંસદ સહિતના આગેવાનો આ મુદે મૌન હોય લોકોમા રોષ છે. જવાબદારો સામે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ થયુ છે કે કેમ તેની તપાસ કરી પગલા લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...