કોંગ્રેસમાં ભંગાણ:લાઠી-બાબરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાં ગાબડું, દિલીપ સંઘાણીની હાજરીમાં 200થી વધુ કાર્યકરો ભાજપમા જોડાયા

અમરેલી4 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલી વિધાનસભા બેઠક પર આજે 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા બાદ લાઠી-બાબરા વિધાન સભા બેઠક ઉપર પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું હતું. 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મનસુખ પલસાણા, તાલુકા પંચાયત સદસ્ય જતીન ઠેસિયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશ શિયાણી, પૂર્વ માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન પુનિત પલસાણા સહિત કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના ઉમેદવાર જનક તળાવયાના સમર્થનમાં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર જનક તળાવયા, સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ, સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેને લઈ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...