વિસર્જન:અમરેલીમાં કૃત્રિમ કુંડમાં થશે ગણપતિ વિસર્જન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા કામનાથ મહાદેવ મંદિર નજીક કુંડ તૈયાર કરાયો : રાજુલા, જાફરાબાદ પંથકના ગણપતિનું દરિયામાં વિસર્જન થશે

અમરેલી જિલ્લામા વિઘ્નહર્તા દેવની લોકોએ ભકિતભાવપુર્વક આરાધના કર્યા બાદ મોટાભાગના ગણપતિનુ આવતીકાલે વિસર્જન થવાનુ છે. ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા આ માટે કામનાથ મહાદેવ મંદિર નજીક કૃત્રિમ કુંડ તૈયાર કરવામા આવ્યો છે. તો બીજી તરફ રાજુલા જાફરાબાદ પંથકના ગણેશ મહોત્સવના આયોજકો મુર્તિનુ દરિયામા વિસર્જન કરશે.

ગણપતિ મહોત્સવની નવ દિવસ સુધી શાનદાર ભકિતભાવથી ઉજવણી થયા બાદ આવતીકાલે વિઘ્નહર્તા દેવની વાજતે ગાજતે વિદાય આપવામા આવશે. બે વર્ષના કોરોના કાળમા ગણપતિ ઉત્સવ મર્યાદિત પ્રમાણમા ઉજવાયો હતો પરંતુ ઓણસાલ કોરોનાનો ભય નહિવત હોય જિલ્લાભરમા ઠેકઠેકાણે ગણેશજીની સ્થાપના કરી મહોત્સવની ઉજવણી કરાઇ હતી. અનેકવિધ કાર્યક્રમો સાથે નવ દિવસ સુધી દુંદાળા દેવની આરાધના કર્યા બાદ હવે જિલ્લાભરમા આવતીકાલે ગણેશજીને વિદાય આપી મુર્તીઓનુ વિસર્જન કરવામા આવશે.

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના ગણપતિઓના વિસર્જન માટે કામનાથ સરોવર નજીક કામનાથ મહાદેવ મંદિર પાસે એક વિશાળ કૃત્રિમ કુંડ તૈયાર કરવામા આવ્યો છે. પાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી તથા ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે શુક્રવારે વિસર્જન યાત્રા સુખરૂપ પુર્ણ થાય તે માટે આ કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે. જયાં વિસર્જન માટે મુર્તિઓ લઇ આવવા તેમણે વિવિધ આયોજકો અને ભાવિકોને અપીલ કરી હતી.

બીજી તરફ રાજુલા જાફરાબાદ પંથકમા આમ તો સાતમા દિવસે પણ ઘણા ગણપતિનુ વિસર્જન થયુ હતુ. હવે અહી આવતીકાલે મોટાભાગના ગણેશજીનુ દરિયામા વિસર્જન કરવામા આવશે. વાજતે ગાજતે લોકો દરિયાકાંઠા સુધી વિસર્જન યાત્રા લઇ આવશે. અને બાદમા તરવૈયાઓની મદદથી મુર્તિ દરિયામા પધરાવી દેવાશે. જયારે બાબરામા મેલડી માના તળાવ, રામપરા તળાવ તથા કરિયાણા ડેમમા ગણપતિ પધરાવાશે. લાઠીમા ગાગડીયા નદીમા વિસર્જન થશે. ખાંભા પંથકના ઘણાખરા ગણપતિનુ મોભનેસ ડેમમા વિસર્જન થશે.

ફાયર ફાઇટર અને તરવૈયાની ટીમ તૈનાત રહેશે
અમરેલી નગરપાલિકા દ્વારા કામનાથ સરોવર નજીક કૃત્રિમ કુંડ નજીક ફાયર ફાઇટર અને તરવૈયાની ટીમ પણ તૈનાત રાખવામા આવશે. આ ઉપરાંત વિસર્જનના સ્થળે રાત્રીના સમયે વિજળી પ્રકાશની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

ધારીમાં શેત્રુંજી નદી અને ડેમમાં વિસર્જન
ધારી પંથકના ગણપતિ મહોત્સવના આયોજકો દ્વારા મહદઅંશે શેત્રુજી નદી તથા ડેમના પાણીમા ગણપતિનુ વિસર્જન કરવામા આવશે. જિલ્લાભરમા વિસર્જન સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.

ગાવડકા નજીક નદીના પટમાં પણ થશે વિસર્જન
અમરેલીમા કૃત્રિમ કુંડ તૈયાર હોવા છતા અનેક આયોજકો અને ભાવિકો અન્ય સ્થળોએ પણ દર વખતે ગણપતિનુ વિસર્જન કરે છે. ખાસ કરીને અમરેલીથી 10 કિમી દુર ગાવડકા નજીક શેત્રુજી નદીના પાણીમા મોટા પ્રમાણમા ગણપતિનુ વિસર્જન થાય છે.​​​​​

અન્ય સમાચારો પણ છે...