ગણેશજીની ભક્તિમાં ભક્તો થયા લીન:અમરેલી શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી, "બાપા" મોરીયાના નાદથી ગણેશ પંડાલો ગુંજી ઉઠ્યા

અમરેલી23 દિવસ પહેલા
  • શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આયોજીત જાહેર ગણેશમહોત્સવમાં ગણેશ આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગણેશ મહોત્સવનો લઈ ભક્તો ગણેશજીની ભક્તિમાં લીન થયા છે. શહેરના નાગનાથ મહાદેવના ગણેશ મહોત્સવ, સીનયર સીટીઝન કા રાજા, ઓમનગર કા રાજા, પરશુરામ ધામ વિવિધ વિસ્તારમાં ગણેશ પ્રતિમાઓ મૂકી જાહેર આયોજનો કરવામાં આવ્યા છે.
ગણેશમહોત્સવની રંગત જામી
ગણેશ મહોત્સવમાં રાત્રીના સમયે લોકોની ભીડ વધી રહી છે. લોકો પરિવાર સાથે અલગ-અલગ સ્થળે આરતી કરવા જોડાય રહ્યા છે. શહેરમાં અને સમગ્ર જિલ્લામાં હવે ગણેશ મહોત્સવમાં લોકોની ભીડ વધી રહી છે જેના કારણે વિવિધ રાજકીય નેતાઓ કાર્યકરો હોદ્દેદારો પણ આવી રહ્યા છે સાથે સ્થાનીક લોકોમાં પણ ગણેશ મહોત્સવને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં ગણેશમહોત્સવની રંગત જામી છે અને "બાપા" મોરીયાના નાદથી ગણેશ પંડાલો ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...