ગણેશ વિસર્જન:જાફરાબાદના દરિયાકાંઠે માછીમારો દ્વારા વાજતે -ગાજતે ગણપતિજીની પ્રતિમાંનુ વિસર્જન કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયામાં 50થી વધુ પ્રતિમાંનુ વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી ગણેશ મહોત્સવને લઈ માછીમારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

અમરેલી જિલ્લના જાફરાબાદ શહેર સહિત દરિયાકાંઠા વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માછીમારોમાં ગણેશ મહોસ્તવનું ખુબ અનેરું મહત્વ છે. મોટા પ્રમાણમાં લોકો વાજતે-ગાજતે ગણેશજીની પ્રતિમાંનું સ્થાપન કરે છે. ત્યારબાદ કેટલાક 3 દિવસે અથવા 8 દિવસે જ્યારે કેટલાક 9 અથવા 10માં દિવસે ગણેશની પ્રતિમાંનું વિસર્જન કરે છે. ત્યારે આજે શુક્રવારે જાફરાબાદમાં માછીમારોના ગણેશ પંડાલના આયોજકોએ પ્રતિમાંનુ વિસર્જન કર્યું હતું.

50થી વધુ ગણેશ પ્રતિમાંનુ વિસર્જન કરાયુંમાછીમારોએ ગણેશની પ્રતિમાંને બોટમાં લઈ જઈ દરિયામાં વાજતે ગાજતે વિદાય આપી હતી. સાથે સાથે આસપાસ આવેલા ઉદ્યોગ કંપનીના ગણેશની પ્રતિમાંનું પણ વિસર્જન કરાયું હતું. 50થી વધુ ગણેશ પ્રતિમાંનુ દરિયામાં વસર્જન કરવામાં આવ્યું હતું. માછીમારોમાં ગણેશ મહોત્સવને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગણેશ મહોત્સવના 10માં દિવસે રાજુલા શહેર અને જાફરાબાદ ગ્રામ્ય સહિતના ગણેશ પંડાલોના આયોજકો ગણેશજીની પ્રતિમાંનું જાફરાબાદના સર્કેશ્વરના દરિયા કાંઠે વિસર્જન કરશે.

અન્ય સમાચારો પણ છે...