ઉજવણી:કામનાથ મંદિર નજીક કૃત્રિમ કુંડમાં થશે ગણપતિ વિસર્જન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 દિવસ વિઘ્નહર્તા દેવની આરાધના બાદ આજે સમાપન

અમરેલી જિલ્લામા દસ દિવસ સુધી દુંદાળા દેવની અારાધના બાદ અાવતીકાલે વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામા અાવશે. અમરેલી શહેરમા વિસર્જન માટે કામનાથ મંદિર ખાતે કૃત્રિમ કુંડ તૈયાર કરવામા અાવ્યાે છે. જિલ્લાના અન્ય સ્થળાેઅે તળાવ, નદી કે દરિયામા વિસર્જન કરાશે.અમરેલીમા ગણપતિ વિસર્જન માટે કામનાથ મંદિર નજીક નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ તૈયાર કરાયાે છે. અા સ્થળે ફાયર ફાઇટર અને તરવૈયાઅાે પણ હાજર રખાશે. ઉપરાંત માેડી સાંજે વિસર્જન થાય તાે લાઇટની પણ વ્યવસ્થા કરવામા અાવી છે.

નગરપાલિકાઅે ગણપતિ મહાેત્સવના અાયાેજકાેને અા સ્થળે જ ગણપતિ વિસર્જન કરવા અપીલ કરાઇ છે. બીજી તરફ રાજુલા જાફરાબાદ પંથકના અાયાેજકાે દ્વારા મહદઅંશે સરકેશ્વરના દરિયામા તથા ધારેશ્વર ડેમ ખાતે ગણપતિ વિસર્જન કરાશે. અા વિસ્તારમા જુદાજુદા 25 સ્થળે ગણપતિ મહાેત્સવનુ અાયાેજન કરાયુ છે.બાબરા પંથકમા કાળુભાર નદી, રામપરા તળાવ વિગેરે સ્થળે ગણપતિ વિસર્જન થશે. અહી 10 સ્થળે ગણપતિ મહાેત્સવ યાેજાયાે છે. જયારે વડીયા પંથકમા લાેકાે ઢુંઢીયા પીપળીયા રાેડે ચેકડેમમા અને સુરવાે નદીના ચેકડેમમા ગણપતિ વિસર્જન કરશે. સાવરકુંડલા પંથકના લાેકાે હાથસણી ડેમ ખાતે તથા લાઠીમા ગાગડીયાે નદીમા ગણપતિ વિસર્જન થશે.

અન્ય સમાચારો પણ છે...