તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સલડીમાંથી જુગારધામ ઝડપાયું, પોલીસે 9 શખ્સને ઝડપી લઇ રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીલીયા તાલુકાના સલડી ગામે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે કુલ રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.અમરેલી જિલ્લામાં જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ની સૂચનાથી એલસીબી ના ઈન્ચાર્જ પી.આઈ આર.કે કરમટા તથા પીએસઆઈ મોરી અને સ્ટાફ દ્વારા લીલીયા તાલુકાના સલડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે અહીંથી શૈલેષ ડેર, પ્રવીણ ગોહિલ, તેમજ સુરેશ બાબરીયા, પ્રદ્યુમન ગોહિલ, ભાવેશ સૌંદરવા, જયવીર વાળા, વિક્રમસિંહ ભડોરીયા, કિરીટ પરીખ અને કિશન ચૌહાણ નામના શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે અહીંથી રોકડ રૂપિયા 49350 તેમજ 5 મોટરસાયકલ કિંમત રૂપિયા 1.50 લાખ, 8 મોબાઈલ કિંમત રૂપિયા 45500 મળી કુલ રૂપિયા 2,44,850નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અમરેલીમાંથી 4 જુગારી ઝડપાયા
અમરેલીના રામપરા શેરી નંબર 5 માં જાહેરમાં જુગાર રમી રહેલા કિશન નાગજીભાઈ મકવાણા તેમજ લાલજી નાગજીભાઈ મકવાણા અને ભરત જેરામભાઈ ચૌહાણ રાજેશ ભીખાભાઈ ગોહિલ નામના શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે રૂપિયા 10230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...