હુકમ:ગ્રા. પંચાયતની ચૂંટણીમાં અધિકારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર અપાયા

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરવાનેદારોને પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવા જિલ્લા કલેકટરનો હુકમ

અમરેલી જિલ્લામાં 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. અહી ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા કલેકટરે જુદા જુદા જાહેરનામાં પ્રસિધ્ધ કર્યા હતા. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ 22મી નવેમ્બરથી મેજીસ્ટ્રીયલ પાવર્સ ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, મદદનીશ ઝોનલ અધિકારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેનો અધિકાર આપતો હુકમ કર્યો હતો.આગામી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હથિયાર ધારકોને 28મી સુધીમાં નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયાર જમામ કરાવી દેવા આદેશ કર્યા હતા. અહી અન્ય જિલ્લામાંથી આવતા લોકોએ પણ આ જાહેરનામાંનું પાલન કરવાનું રહેશે.

બીજી તરફ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.વી. વાળાએ જુદા જુદા જાહેરનામાં પ્રસિધ્ધ કર્યા હતા. તેમાં મતગણતરીના દિવસે ચારથી વધુ માણસો એકઠા થવા અને ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.બીજી તરફ રાજકીય પક્ષોએ પ્રચારના વાહનોનું ચૂંટણી અધિકારી સમક્ષ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને પ્રચાર અભિયાનરૂપે રાજકીય , બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે રાખેલા વાહનો ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવા હુકમ કર્યો હતો. તેમજ ઉમેદવારોએ પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા બાદ સવારે 6 થી રાત્રીના 10 કલાક સુધી કરી શકશે.

બીજી તરફ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતદાન મથકની 100 મીટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...