તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ગ્રામ પંચાયતનાં પટ્ટાવાળાઓને લઘુતમ વેતન આપવા માંગ

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 દિવસમાં માંગ નહી સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી

સાવરકુંડલામાં ગાંધી ધર્મશાળા ખાતે જિલ્લા ગ્રામ પંચાયત પટ્ટાવાળા મંડળની બેઠક મળી હતી. અહીં પટ્ટાવાળાને લઘુતમ વેતન આપવા માટે સરકાર પાસે માંગણી કરી હતી. તેમજ એક માસમાં ગ્રામ પંચાયત પટ્ટાવાળા મંડળની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અમરેલી જિલ્લા ગ્રામ પંચાયત પટ્ટાવાળા મંડળના પ્રમુખ મિતુલભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલામાં પટ્ટાવાળાની મિટીંગ મળી હતી. જેમાં તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન મંત્રીની વરણી કરાઈ હતી. બેઠક દરમિયાન સરકાર પાસે પટ્ટાવાળાને લઘુતમ વેતન આપવા અને જિલ્લા પંચાયત ગ્રાન્ટ ફાળવી કાયમી કરવા માંગ કરી હતી.

આ તકે સામાજિક કાર્યકર મહેશભાઈ ચોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ગ્રામ પંચાયત પટ્ટાવાળા મંડળના પ્રમુખ મિતુલભાઈ જોશીએ જણાવ્યું હતું કે કોર્ટના હુકમ હોવા છતાં પણ સરકારે પટ્ટાવાળાના પ્રશ્નનું નિરાકરણ થયું નથી. સરકારે 30 દિવસમાં પટ્ટાવાળા મંડળની માંગણીઓ સ્વીકાર છે. નહી તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો