તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરી સેવા:અમરેલીમાં મૃત્યુ પામેલાના અંતિમ સંસ્કાર મોટા આંકડિયાના સ્મશાનમાં

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલીના મોટા આંકડિયા સ્મશાનની કલેકટરે મુલાકાત લીધી. - Divya Bhaskar
અમરેલીના મોટા આંકડિયા સ્મશાનની કલેકટરે મુલાકાત લીધી.
  • અમરેલીના બંને સ્મશાન ટૂંકા પડે: કોરોના કાળમાં સ્વયંમ સેવકોની અનેરી સેવા

કોરોના મહામારીએ માનવીને માનવથી દૂર દીધેલ છે. હોસ્પિટલમાં દર્દીની સેવા માટે પરિવારજનો જઇ શકતા નથી. એવા કપરા કાળમાં અમરેલી નજીક આવેલ મોટા આંકડીયા ગામના સ્મશાનમાં કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને સ્વયમ સેવકો અગ્નિદાહ આપી રહ્યા છે. અહીં અમરેલીની હોસ્પિટલમાંથી કોરોનાના કારણે મોતને ભેટનારને મોટા આંકડીયા ગામના સ્મશાનમાં લાવવામાં આવે છે.

અહીં જિલ્લા પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા કલેકટર આયુષ ઓકે મુલાકાત લઈ જીવના જોખમે સેવા કરતા કોરોના યોદ્ધાને બિરદાવ્યા હતા. બીજી તરફ અમરેલીની હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામનારને કૈલાસમુક્તિધામ અને ગાયત્રી મોક્ષધામમાં અગ્નિ સંસ્કાર અપાય છે. પણ મોતના તાંડવ વચ્ચે આ બંને સ્મશાન અત્યારે ટૂંકા પડી રહ્યા છે. જેના કારણે મૃતકને મોટા આંકડીયાના સ્મશાનમાં અગ્નિદાહ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...