તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાઠીમાં સગીરાના અપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વાંકાનેરના સરતાનપુરથી દબોચ્યો

લાઠીમાં સગીરાના અપહરણના ગુનામાં નાસતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોર્ડે વાંકાનેરના સરતાનપુરથી ઝડપી લીધો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાઠી પોલીસના હવાલે કર્યો હતો. લાઠી તાલુકાના જાનબાઇ દેરડી ગામે રહેતા સુરેશ છગનભાઇ રવોલીયા સામે પોલીસમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. જે બાદ સુરેશ રવોલીયા પોતાની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ગુમ થયેલ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સ્ક્વોડના પીએસઆઇ કરમટાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બળરામભાઇ પરમાર, શ્યામ કુમાર, જયપાલસિંહ, અજયભાઈ, જયદીપસિંહ તેમજ જીગ્નેશભાઈ અને જનકભાઈએ બાતમીના આધારે સુરેશ રવોલીયાને વાંકાનેર તાલુકાના સરતાનપુરથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો